રાજકોટ ખાતે કોળી સમાજના આગેવાન રણછોડભાઈ ઉધરેજાના નિવાસસ્થાને આજે ચૂવાળીયા કોળી સમાજની એક મહત્ત્વપૂર્ણ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા આ સમાજે હવે પોતાના રાજકીય ભવિષ્ય અને પ્રભુત્વ વધારવા માટે આક્રમક રણનીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. સૌપ્રથમ તબક્કે સ્થાનિક આગેવાનો દ્વારા સૌરાષ્ટ્ર લેવલે અન્ય આગેવાનોનો મત જાણવા માટે ચિંતન બેઠકો યોજવામાં આવશે.