પીંપળા ગેટ ચોકી સામે રહેતા અક્ષય સુરેશભાઈ ભીલ (26) પર થયેલા આ હુમલામાં ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી સુનીલ રમેશભાઈ ભીલે અક્ષયને મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કર્યો હતો. તેણે અક્ષયની છાતી અને માથાના પાછળના ભાગે છરીના ઘા માર્યા હતા. હુમલા દરમિયાન સુનીલની માતા સનુબેન રમેશભાઈ ભીલ અને ભાભી ભાવનાબેન લખનભાઈ ભીલે પણ મદદ કરી હતી. બંને મહિલાઓએ અક્ષયને ગાળો આપીને પકડી રાખ્યો હતો, જેથી સુનીલ તેના પર હુમલો કર્યો હતો.