ભારતીય કિસાન સંઘે કેન્દ્ર સરકારના કૃષિ સાધનો પર GST ઘટાડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. સંઘે કહ્યું કે આ પગલું ખેડૂતોના હિતમાં છે અને આ માટે સરકારનો આભાર માન્યો છે. ૨૦૨૨માં દિલ્હીમાં એક લાખ ખેડૂતોએ GST ઘટાડવાની માંગણી સાથે ઉપવાસ કર્યા હતા. તે સમયે કૃષિ સાધનો પર ૧૨ થી ૧૮ ટકા સુધીનો GST વસૂલવામાં આવતો હતો. હવે સરકારે તેને ઘટાડીને માત્ર ૫ ટકા કર્યો છે. ખેડૂત સંઘના મતે, આનાથી ખેડૂતોને આર્થિક રાહત મળશે અને ખેતીનો ખર્ચ ઘટશે.