ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ ડુંગર પર બિરાજમાન સારસા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો, દરવર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળો રાજપારડી નગરથી લઇને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે.રાજપારડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે,જેમાં ઝઘડીયા વાલિયા નેત્રંગ તાલુકાઓ સહિત નર્મદા જિલ્લાના તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મોટી જનમેદની ઉમટે છે.