મોરબી જિલ્લા કલેક્ટરની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ હળવદના રાતાભે ગામે આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જે રેડમાં એક ટાટા હિટાચી કેશરી કલરને સૉફ્ટ મોરમ ખનીજના ગેરકાયદેસર ખોદકામ બદલ અને ત્રણ ડમ્પરને ખનીજચોરી કરતાં રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.