વિસનગર: છેલ્લા ઘણા મહિનાઓથી વિસનગરથી રાજગઢ અને થલોટા ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, જ્યારે ખાડાઓમાં વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓને અવર-જવર કરવામાં મુશ્કેલી પડે છે.