This browser does not support the video element.
સિધ્ધપુર: લુખાસણ ગામની સીમમાંથી સિધ્ધપુર પોલીસે 9.62 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા
Sidhpur, Patan | Aug 29, 2025
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે 9 શખ્સોને 9.62 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં લુખાસણના અકબરભાઈ સિપાઈ, છાપી હાઈવેના સમીર શેખ, વડગામના બિસ્મિલ્લાખાન નાગોરી, પાલનપુરના જાવેદભાઈ શેખ, આફતાબખાન નાગોરી, શોકતખાન ધોબી, સોહીલભાઈ નાગોરી, સરફરાજ ખલીફા અને ફિરોજભાઈ સિપાઈનો સમાવેશ થાય છે