વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બ્લોક ટેકનોલોજી મેનેજર દિવ્યેશભાઈ પટેલ અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર હિનલ પટેલ તથા કોમ્યુનિટી રિસોર્સ પર્સન દિનેશભાઈ પટેલ અને કૃષિ સખી શીલાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી,