મુંબઈ:સુરત મહાનગરપાલિકાના મેયર, દક્ષેશભાઈ માવાણી, આજે મુંબઈ ખાતે ગણેશ ઉત્સવના પાવન અવસરે પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શનાર્થે પહોંચ્યા હતા. ગણપતિ બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને, તેમણે સુરત શહેરના તમામ નાગરિકો માટે સુખ-શાંતિ, ઉત્તમ આરોગ્ય અને અવિરત સમૃદ્ધિની હૃદયપૂર્વક પ્રાર્થના કરી.આ પ્રસંગે મેયરે જણાવ્યું કે ગણેશજી વિઘ્નહર્તા છે અને તેમની કૃપાથી સુરત શહેર પ્રગતિના નવા શિખરો સર કરશે. તેમણે સૌ નાગરિકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી.