કેજરીવાલના ચોટીલા ખાતે ખેડૂત સંમેલન ને લઈ આપના પૂર્વ નેતા કરસનબાપુ ભાદરકાએ રાજકોટ રોડ પરથી આકરા પ્રહારો કર્યા છે.આંસુઓનો સોદાગર કેજરીવાલ આગામી સાત તારીખે ચોટીલા ખેડૂત સંમેલનમાં આવે છે જે માત્ર પોતાના સ્વાર્થ માટે જ આવે છે.દિલ્હીના દીલને કચડીને હવે માત્ર પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને ઢાલ બનાવીને ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશથી જ કેજરીવાલ આવે છે.તેવું જણાવી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસન બાપુ ભાદરકાએ આકરા પ્રહારો કરી નિવેદન આપ્યું છે.