મહેસાણાની એક ખાનગી શાળાના શિક્ષક ધ્રુવ પટેલે શાળાને અલવિદા આપી… અને આ વિદાય સમયે સર્જાયા એવા ભાવુક દ્રશ્યો કે જ્યાં વિદ્યાર્થીઓથી લઈને સ્ટાફના સભ્યો સુધી સૌની આંખોમાંથી આંસુ વહેતાં જોવા મળ્યા… ધ્રુવ પટેલે વર્ષો સુધી વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનની પ્રેમભીની છાંયા પાથરી… પરંતુ હવે તેમની નિમણૂક સરકારી સ્કૂલમાં થતાં વિદાય આપવામાં આવી