સાયબર સ્લેવરી ના આંતરાષ્ટ્રીય રેકેટનો સુરત સાયબર ક્રાઈમ શેલ દ્વારા હાલ જ થોડા દિવસ અગાઉ પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જેની ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપીઓ દ્વારા ઉચ્ચ પગારધોરણ ની લાલચી આપી મ્યાનમાર મોકલી સાયબર ફ્રોડ આચરતી ગેંગના હવાલે કરી દેવામાં આવતા હોવાની હકીકત સામે આવી હતી.દરમ્યાન વડોદરા અને સુરતના બે યુવકોને ગુપ્ત ઓપરેશન હાથ ધરી સુરત સાયબર ક્રાઈમ શેલ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા હતા.