સાયલા તાલુકાના દેશી દારૂ માટે કુખ્યાત બનેલા સામતપર ગામના यु. કોળી મેરામણભાઈ રમેશભાઈ કણજરીયા ઢોરાવાળી સીમમાં આવેલ પોતાના વાડી વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂનું વેચાણ કરતો હોવાની સાયલા પોલીસને બાતમી મળી હતી. આ બાબતે પોલીસે રેડ કરતા કોઈ શખસ મળી આવ્યો ન હતો. વધુ તપાસમાં વાડીના સેઢે બાવળના ઝાડ નીચે વાદળી ક્લરના પ્રવાહી ભરેલા 200 લીટરના કેપેસિટીવાળા 1 પ્લાસ્ટિકના 4 બેરલ મળી આવ્યા 1 હતા. જેમાં દેશી પીવાના દારૂ કૂ બનાવવાના આથો હતો.