તાજેતરમાં જામજોધપુરમાં જામજ્યોત ટ્રસ્ટ સંચાલિત મધર ટેરેસા સ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત પૂર્વ શિક્ષકો અને આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓએ બાળપણ તથા તરુણાવસ્થાની યાદો તાજી કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મેનેજર ફાધર, આચાર્ય ફાધર તથા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી