દક્ષિણ ગુજરાતના ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક હોટેલ ફાઉન્ટેન, નવી પારડી ખાતે યોજાઈ હતી. બેઠકમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના ટાવર લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.બેઠકમાં ખેડૂતોને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. જેમાં રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને કિંમત, ખેત પેદાશોના પોષણરૂપ ભાવો, આયાત-નિકાસ નીતિ અને MSP અંગેના પ્રશ્નો સામેલ હતા. બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા.