સુરત શહેરમાં ખાડા રાજથી લોકો હેરાન પરેશાન થયા છે. ચેમ્બરમાં પણ હવે ખાડાનો મુદ્દો ઉઠ્યો છે.ખાડા પુરવા સરકાર ને રજુઆત કરવાની તૈયારી દર્શાવી છે.ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ 30 મિનિટ નો હવે 60 મિનિટ નો થઇ ગયો છે તેમ ચેમ્બર સભ્યોની કહેવું છે.ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતા જ મોટાભાગના સભ્યોએ આપવીતી સંભળાવી હતી.ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટાભાગે ઉદ્યોગ અને વેપારને લગતાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે.