મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગ્ન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગિય પરિવારો માટે આ લગ્ન હોલ આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યા છે. દર વર્ષે લગ્નની સીઝન દરમિયાન તમામ હોલના બુકિંગ ફૂલ થઇ જતા હોય છે. આ વખતે પણ તા.1/8 /2025થી તા.30/9/2025 સુધીના સમય ગાળા માટે મનપાના તમામ 26 લગ્નહોલમાં 336 પરિવારોએ બુકિંગ કરવાતા બે માસ માટે હાઉસફૂલ થઇ ગયા છે અને વેઇટીંગમા રહેલ અનેક પરિવારો નવી તારીખ ખુલવાની રાહ જોઇ રહ્યાનુ જાણવા મળેલ છે.