છોટાઉદેપુરના કીકાવાડા ગામ પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. કવાંટ થી પાલીતાના જતી બસને અકસ્માત નડ્યો હતો. મોટી ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.એસટી બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટી બસના ડ્રાઇવર અને કંડકટરને ઈજાઓ પહોંચી હતી.ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. છોટાઉદેપુર પોલીસને જાન થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી.