વંથલી ના સુખપુર ગામે સીમ વિસ્તારમાંથી ફોરેસ્ટ વિભાગે અજગર નું રેસ્ક્યુ કર્યું છે.માલદેભાઈ પીઠિયા ની વાડીએ આવી ચડેલ અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સરપંચ અરુણ ડાંગરને જાણ કરતા તેમના દ્વારા ટેલિફોનીક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.ફોરેસ્ટ વિભાગના સ્ટાફે તાત્કાલિક આવી અંદાજીત 7 થી 8 ફૂટ લાંબા અજગર નું રેસ્ક્યુ કર્યું હતું.અજગરના રેસ્ક્યુ ને લઈ વાડી માલિકે પણ રાહતનો શ્વાસ લીધો છે.