મુંબઈથી ગાંધીધામ આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં અંજાર તાલુકાના વરસામેડીના એક પરિવારના માલ-સામાનમાંથી 4.37 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. 28મીના રોજ મુસાફરી કરી રહેલા સુનીતાબેન અજયકુમારનું પર્સ રાત્રે અમદાવાદ સ્ટેશન બાદ ગુમ થયું હતું.પર્સમાં રહેલા1.50 લાખ રોકડા,સોનાની ચેન સહિતનો મુદ્દામાલ ચોરાયો હતો.જોકે ગાંધીધામ પોલીસે તપાસમાં બે મોબાઈલ અને મંગળસૂત્ર શોધી આપ્યું છે.આ અંગે ગાંધીધામ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે