છોટાઉદેપુર જિલ્લાના સીહોદ પાસે ભારજ નદી પરનું જનતા ડાયવર્ઝન ત્રીજી વખત ધોવાયું છે. શિહોદ સહિત આસપાસના યુવાનો દ્વારા સ્વખર્ચે ડાયવર્ઝન બનાવ્યું હતું. ગઈ રાત્રે વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંપૂણ રીતે જનતા ડાયવર્ઝન ઘોવાયું છે. ફરી નાના વાહન ચાલકોને 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે.