મહુવા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી વિભાગ કાર્યરત ન હોવાને કારણે નગર સહિત આજુબાજુના ગામોના રહીશો હેરાન પરેશાન બન્યા છે. સામાન્ય નાગરિકોને પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી દોડધામ કરવી પડે છે. મહુવા સાથે સાથે રાજુલા તથા જાફરાબાદ પંથકના લોકો પણ આ સુવિધાના અભાવને કારણે અવારનવાર ધક્કા ખાતા જોવા મળે છે. આ વિભાગ ન હોવાના કારણે જરૂરી કામ સમયસર થતા નથી, જેના લીધે નાગરિકોમ