ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભાદરવી પૂનમ મેળા નિમિત્તે પગપાળા અંબાજી જતા માઇભક્તો માટે ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચ રોડ પર કાર્યરત પદયાત્રી સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્યઓ રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર, મેયર મીરાબેન પટેલ સહિત આગેવાનોએ અમિતભાઈ શાહને આવકારી તેઓનું સ્વાગત કર્યું હતું.