સોમવારના 8 કલાકે ડિઝાસ્ટર વિભાગે આપેલી આંકડાકીય વિગત મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં 50 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય પાંચ તાલુકા અને વલસાડ તાલુકા મળી કુલ 2058.33 mm વરસાદ નોંધાયો છે.