ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે આવેલ સરકાર માન્ય વાજબી ભાવના દુકાનદાર દ્વારા લોકોને મહિનાની છેલ્લી તારીખોમાં અનાજનું વિતરણ કરાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આજે ઝઘડિયા મામલતદારને આવેદન આપીને આ દુકાન બંધ કરાવવા માંગ કરી હતી. ગ્રામજનોએ આવેદનમાં આક્ષેપ કર્યો હતો કે દુકાનદાર લિમોદરા ગામે રહેતા નથી,તેમજ લોકોને પુરતા પ્રમાણમાં અનાજ આપતા નથી.તેમજ કાર્ડ ધારકો સાથે ખરાબ વર્તન કરી દાદાગીરી કરતા હોવાનો પણ લોકોએ આવેદનમાં આક્ષેપ કર્યા.