નવસારીના પૂજારીનો દિકરો જીતેન રામાનંદી ઓમાન ટીમ તરફથી એશિયા કપમાં કરશે રમશે.નવસારી જિલ્લાના ચીજગામ, આટ અને ભૂતસાડ ગામના મંદિરોમાં મહારાજ તરીકે સેવા આપતા પૂજારીના દિકરા જીતેન રામાનંદીનું નામ આજે ગૌરવપૂર્વક જોડાયું છે. જીતેન હવે ઓમાનની ટીમ તરફથી એશિયા કપમાં રમવા જઈ રહ્યો છે. ગામના લોકો માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે એક પૂજારીનો દિકરો આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિભા પ્રદર્શન કરશે. જીતેનની સિદ્ધિથી સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવી રહ્યો છે.