ગાંધીનગર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ જગ્યા ઉપર ગણેશ વિસર્જન માટે લોકો જતા હોય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સાત જગ્યાઓ ઉપર કૃત્રિમ કુડ બનાવવામાં આવ્યા છે. આ કુંડમાં મૂર્તિ પધરાવા આવતા લોકોની સુરક્ષા ને ધ્યાન રાખીને પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સની ટીમો તેનાત કરવામાં આવી છે.