હળવદનો બ્રહ્માણી-2 (શક્તિનગર) ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમનો એક ગેટ અડધો ફુટ ખોલવામાં આવ્યો છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બ્રહ્માણી-2 ખાતએ ગઇકાલે હળવદ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમ ઓવરફ્લો થયો છે, જેનાં કારણે સાંજે ડેમનો એક દરવાજો ખોલી નદીમાં 436 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે