પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં બાતમીના આધારે ગળપાદર ખાતે રહેતા શામજીભાઈ માનસંગભાઈ કોલીના મકાનમાં દરોડો પાડ્યો હતો.દરોડામા પોલીસે શામજીભાઈ કોલી, સાજન અશોકભાઈ ઠક્કર, જગદીશભાઈ ચોકીન નટ, અરજણભાઈ જેસંગભાઈ પરમાર અને મુસા હુશેન સુણાને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી રોકડ રકમ 1,18,240, પાંચ મોબાઈલ ફોન મળી કુલ 1,68,240 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ માહિતી પોલીસ દ્વારા આજરોજ બપોરના 12 વાગે આપવામાં આવી છે.