ભારે વરસાદ ને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે બાજવા ગામના લોકોની પણ સ્થિતિ દયનીય બની છે. અહી લોકોના ઘરો માં વરસાદી પાણી ઘૂસી ગયા છે.ત્યારે બાજવા ગામે પાર્વતી નગર,ગોકુલ નગર, સંજયનગર, શંકર સોસાયટી, આંબેડકર નગર વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.