આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે માછણ ડેમ ઓવર ફ્લો થતાં જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે દ્વારા કરાઈ મુલાકાત.ઓવર ફ્લો ડેમની સમીક્ષા કરી અને હાજર સ્ટાફને જરૂરી સૂચનો કર્યા.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપવા તેમજ પૂરની સ્થિતિમાં કોઈપણ બિન જરૂરી સાહસિક પ્રવૃત્તિ નહીં કરવા અપીલ કરાઈ.મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી એ કે ભાટિયા, મામલતદાર એસ એમ પરમાર તેમજ ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારી અને સ્ટાફ હાજર રહ્યા.