બુધવારના 2:10કલાકે નોંધાયેલી ફરિયાદની અને મળેલા સીસીટીવી ની વિગત મુજબ પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં તારીખ 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિ દરમિયાન નળ ચોરીની ઘટના બની હતી. જે ઘટનાની જાણ શાળા આચાર્યને થતા આજરોજ પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને સીસીટીવી ફૂટેજના આધારે ચોર ઇસમો પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.