વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી વધતા પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.ત્યારે સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાની ઝૂંપડા વાસીઓને દહેશત ફેલાય છે.રોડ પર આવેલા ઝૂંપડાઓમાં પાણી ભરાતા લોકોએ જાતે સ્થળાંતર શરૂ કર્યું છે.આશરે 20 થી વધુ ઝુંપડાવાસીઓએ સ્થળાંતર કર્યું હતું.ઝૂંપડાઓમાં પાણી ભરાતા મગરોનો ભય લોકોને સતાવી રહ્યો છે.