This browser does not support the video element.
ઉમરગામ: સંજાણમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન, 450 યુનિટ રક્ત એકત્રિત
Umbergaon, Valsad | Aug 24, 2025
ઉમરગામ તાલુકાના સંજાણ ગામે જય અંબે નવયુવક મંડળ, જય અંબે મહિલા મંડળ તથા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે સતત આઠમા વર્ષે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સંજાણ પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો.