વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના ભાખરી ગામની ગૌશાળા ખાતે ગૌ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દાતાઓના સહકારથી 300 થી વધુ વૃક્ષોનું અનુદાન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બનેલા આગેવાનો સમસ્ત ગ્રામજનો તથા ગૌશાળા ટ્રસ્ટીઓનો ધારાસભ્ય હૃદય પૂર્વક આભાર માન્યો હતો.