કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ ખરાબ રસ્તાઓ સામે વિરોધ દર્શાવવા માટે 'નો રોડ,નો ટોલ' આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.નેશનલ હાઇવે ઓથોરિટી અને કલેક્ટરને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આ નિર્ણય લેવાયો છે.આજે ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં ડમ્પર, કન્ટેનર, ટ્રક અને ટેન્કર એસોસિએશન સહિતના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે.