સુરત જિલ્લામાં નાનાભાઈ ભરવાડ સમાજે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમાજના 800 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં વિજયભાઈ માલાભાઈ ભડીયાદરા, લખમણભાઇ ભટાર, ભગવાનભાઈ ભરવાડ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમાજની પ્રગતિ માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરવા અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. રખડતા ઢોરોની સમસ્યા અને ગૌચર જમીનના મુદ્દે પણ ચર્ચા થઈ.