વડોદરા : એમએસયુમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વોટચોરી અંગે કેમ્પેનીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓનો વોટ ચોરી મામલે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલા પોસ્ટકાર્ડ દિલ્હી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.સાથે આગેવાનો દ્વારા વોટ ચોરી,મતદાર યાદીમાં છબરડાં અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ ડિજિટલ વોટર લિસ્ટ પ્રકાશિત કરવા સહિત બોગસ વોટીંગથી થતી વોટ ચોરી રોકવા માંગ કરી હતી.