આ બનાવમાં પણ ગુનાને અંજામ આપી આરોપી ભાગી ગયો હતો. જેને હોમગાર્ડ જવાને પકડી પોલીસને હવાલે કર્યો હતો. બહાદુરીભરી કામગીરી બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ દ્વારા હોમગાર્ડના જવાન આશીષ જોશીનું સન્માન કરી ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓમાં પોલીસની મદદમાં સક્રિયતાથી રહેવા શુભેચ્છા આપવામાં આવી હતી.