ગાંધીનગર જિલ્લામાં લવ જેહાદના એક કિસ્સામાં કલોલ તાલુકા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. છત્રાલ ગામમાંથી એક 16 વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરનાર 22 વર્ષીય યુવક રફીકઅલી રોશનઅલી દરગાહીને પોલીસે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લગભગ 2,200 કિમીનો પીછો કર્યા બાદ સુલતાનપુરથી ઝડપી પાડયો. પ્રેમજાળમાં ફસાવી યુવક સગીરાને ભગાડી ગયો હતો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના છત્રાલ ગામની ઘટના બની.