અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાબરમતી પોલીસે ભરત સોની અને અતુલ સોની નામના આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ પાર્થે ત્રિવેદી નામનો આરોપી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરાય છે.