આજે તારીખ 25 ઓગસ્ટ સાંજે 6 કલાકે ઉમરાળા ગામના જૈન દેરાસર પાસે એક નંદી ગંભીર રીતે જખમી હાલતમાં પીડાઈ રહ્યો હતો , જાગૃત નાગરિક દ્વારા જીવ દયા પ્રેમી વિનોદ ગિરિ, હરસિલ સિદ્ધપુરા, મેહુલ બોલિયા નામના યુવાનોને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી નંદી મહારાજની સંપૂર્ણ સારવાર કરવામાં આવી હતી , આવા નિસ્વાર્થ કાર્યની પ્રશંસા ઉમરાળા તાલુકાના લૉકોએ કરી હતી .