રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. આજી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને ખાસ કરીને નદીના પટમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.