માણસા તાલુકાના અનોડિયા ગામે ખેતરમાં અજગર ધસી આવ્યો હતો. જેની જાણ માણસા ફોરેસ્ટ અને જય ભોલે રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી. જે બાદ બંને ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરમાં 11 ફૂટ લાંબો અજગર ધસી આવ્યો હતો. અજગરનું માણસા ફોરેસ્ટ અને જય ભોલે રેસ્ક્યુ ટીમ દ્વારા બુધવારે સાંજે 5.40 વાગ્યે ભારે જહેમતે રેસ્ક્યુ કરાયું હતું. અજગર ખેતરમાં આવતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.