આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા નવીન આરોગ્ય મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. બુધવારે બપોરે 12 વાગ્યે માણસા તાલુકાના વિહાર ગામે બનાવવામાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ધારાસભ્ય સહિત આગેવાનોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવીન આયુષ્યમાન આરોગ્ય મંદિર રૂ. 35 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેને પગલે ગ્રામજનોની ઘર આંગણે સુવિધાઓ મળી રહેશે.