મુંબઈ-અમદાવાદ હાઈવે પર સતત ત્રીજા દિવસે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા.વડોદરા નજીક લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા.વાહનચાલકો 5-5 કલાકથી જામ માં ફસાયા હતા.જાંબુઆ બ્રિજથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા.બ્રિજ પર મસમોટા ખાડાના કારણે અહીંયા ટ્રાફિક જામ સર્જાય છે.ટોલટેક્સ વસૂલાત છતાં સારા રસ્તા નહીં મળતા વાહનચાલકોમાં આક્રોશ