હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. આવી જ ઘટના હળવદ તાલુકાના નવા અમરાપર ગામે પણ બની હતી. ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ગામ જળમગ્ન બન્યું હતું.જેથી હળવદ કોંગ્રેસની ટીમ નવા અમરાપર ગામે પહોંચી તંત્રને જાણ કરી તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી હતી.