વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોડલધામમાં શીશ ઝુકાવ્યું:કુળદેવીના આશીર્વાદ લીધા, કહ્યું- રાજકારણની ચર્ચા મંદિરની બહાર કરશે. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે કાગવડ સ્થિત ખોડલધામ પહોંચ્યા. તેમની સાથે કાર્યકરો અને સમર્થકોનો વિશાળ કાફલો હતો. ખોડલધામના મુખ્ય દ્વાર પર દસ જેટલા ટ્રસ્ટીઓએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું.મંદિરમાં ઇટાલિયાએ માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી. બ્રાહ્મણોએ તેમને કંકુ તિલક કર્યું. ખોડલધામ