દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે ગાંધીનગર જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની બુધવારે બપોરે 1 વાગ્યે ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે અપીલ કરી હતી. આ તબક્કે વિદ્યાર્થીઓ અને મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.