મંગળવારના 1:20 કલાકે નોંધેલી ફરિયાદ ની વિગત મુજબ પારડી પોલીસની ટીમને ચાર રસ્તા ઓવરબ્રિજ પાસેથી એક ઈસમને 41 નંગ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ મોબાઈલ મળી કુલ 14,405 રૂપિયા નો મુદ્દા માલ કબજે લઈ રાકેશ નામના ઇસમને ઝડપી ચંદ્રવતી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે.